Posts

Surat, tapi, Songadh, Vyara, Mahuva, Kim,Mangrol, Valod,Bardoli,Umarpada, palsana, Nizar, kukarmunda, Dolvan, Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi taluka's news updates

Image
        Surat, tapi, Songadh, Vyara, Mahuva, Kim,Mangrol, Valod,Bardoli,Umarpada, palsana, Nizar, kukarmunda, Dolvan, Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi taluka's news updates

Surat latest news : સુરતનાં સિતારવાદક અને સંગીતકાર ભગીરથ ભટ્ટનું "મહારાષ્ટ્ર ગૌરવ" પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.

Image
  Surat latest news : સુરતનાં સિતારવાદક અને સંગીતકાર ભગીરથ ભટ્ટનું "મહારાષ્ટ્ર  ગૌરવ" પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. સુરતમાં રહેતા સિતારવાદક અને સંગીતકાર ભગીરથ ભટ્ટને મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ કમિટી દ્વારા એક ગુજરાતી કલાકારને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, તે ખરેખર સુરત અને ગુજરાત માટે ગર્વની ક્ષણ છે. ખાસ કરીને મ્યુઝિક કેટેગરીની વાત કરીએ તો, એવા ઘણા દિગ્ગજ છે, જેમને આ સમાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પદ્મશ્રી સોનુ નિગમ, પદ્મશ્રી હૃદયનાથ મંગેશકર, પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદ અલી ખાનજી અને રૂપકુમાર રાઠોડજી સામેલ છે. આ એવોર્ડ માત્ર સંગીતકારની શ્રેણી પૂરતો મર્યાદિત ન હતો, તે અભિનેતા, ચિત્રકારો, પ્રભાવકો, પત્રકારો, આર્કિટેક્ટ જેવા વિવિધ વધુ ક્ષેત્રો માટે પણ હતો.  છેલ્લા 25 વર્ષમાં તેમની સિતાર સાધના કરી રહેલા ભગીરથ ભટ્ટે યુએસએ, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, ઓમાન દુબઈ, દક્ષિણ કોરિયા, રશિયા મોરેશિયસ, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા કેનેડા અને બીજા ઘણા વિવિધ દેશોમાં લાઈવ ઈન્ડિયન ક્લાસિકલ શો, ફ્યુઝન શો અને બોલિવૂડ મ્યુઝિક શો કર્યા છે. જેણે વર્તમાન

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

Image
  Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર તર

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

Image
                                                                   આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Dahod : ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં શિક્ષકો ને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા ખુબ ખુબ અભિનંદન

Image
  Dahod : ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં શિક્ષકો ને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા ખુબ ખુબ અભિનંદન ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં શિક્ષકોને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા ખુબ ખુબ અભિનંદન સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય - નવોદય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા જણાવ્યું હતું કે -દાહોદ જિલ્લાના બે શિક્ષકોને ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં દાહોદ જિલ્લામાંથી નિનામા મુકેશભાઈ મનસુખભાઈ (થાલા લીમડી પ્રા. શાળા) અને બારીયા ભોપતભાઈ કોલિયારી ફળિયા ચેનપુર પ્રા. શાળાની પસંદગી કરી શિક્ષકોને ગૌરવ પુરસ્કારમાં પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને કાલોલ ગુરુકુળ વિદ્યાલય ખાતે સન્માનિત કરતા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર મકવાણા તેમજ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી રાજુભાઈ મકવાણા, અશ્વિનભાઈ સંગાડા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. ઉતરોતર પ્રગતિ કરતા રહો એવી અભિલાષા વ્યક્ત કરી હતી

Kalol: કલોલ ગાંધીનગર મુકામે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ માળી ની પસંદગી કરાઈ.

Image
    Kalol: કલોલ ગાંધીનગર મુકામે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ માળી ની પસંદગી કરાઈ. કલોલ ગાંધીનગર મુકામે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ માળી ની પસંદગી કરવામાં આવી કલોલ ગાંધીનગર મૂકામે જાયંટ્સ ગ્રૂપ કલોલ મૅન ના ઉપ્લક્ષ્યમાં શિક્ષણ કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી અને વિદ્યાર્થીઓના જીવનમાં કેળવણીના ઉચ્ચતમ સર કરાવવા માટે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીની પસંદગી થઈ તે બદલ મુખ્ય મહેમાન પુલકિતભાઈ જોશી [ મદદનીશ સચિવ ગુજરાત અને ઉ.મા શિક્ષણ બોર્ડ ગાંધીનગર ] પ્રમુખશ્રી રાકેશભાઈ પંડ્યા મંત્રી મનીષભાઈ ગાંધી તેમજ કાર્યક્રમનાં ઉદ્ઘાટક શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજીના આશિર્વાચન દ્વારા કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. સાથેજ મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી હસ્તક શીલ્ડ અને પ્રમાણપત્ર આપી મારું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું તે બદલ સૌ જાયંટ્સ ગ્રૂપ કલોલના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું.માતૃ દિવસના દિને આજનું સન્માન હું મારી માં મતિ શાંતાબેન ને સમર્પિત કરું છું,

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

Image
                                        Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા